કોલકતા, નવી દિલ્હી, 29 નવેમ્બર (હિ.સ). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતાની મુલાકાત પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં તેમણે કહ્યું છે કે, હાલમાં ભાજપ બંગાળમાં લોકોની સૌથી પ્રિય પાર્ટી બની ગઈ છે. તેમણે લખ્યું છે કે, ભાજપ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બંગાળની પ્રથમ પ્રિય રાજકીય પાર્ટી છે. આગામી ચૂંટણીમાં ભાજપની જીત અને મમતા દીદીની તૃણમૂલ કોંગ્રેસની હાર નિશ્ચિત છે. આજે હું કોલકતામાં એક વિરોધ સભાને સંબોધિત કરીશ.
બીજી તરફ બંગાળ ભાજપે ધર્મતલ્લામાં અમિત શાહની જાહેર સભાની નજીક કાર્યકરોની વિશાળ ભીડનો વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, આ મમતા બેનર્જીના અંતની શરૂઆત છે.
ઉલ્લેખનીય છે કે, આજે જ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં કાળા કપડા બાંધીને શાહની મુલાકાતનો વિરોધ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / માધવી
