
મુંબઈ, નવી દિલ્હી, 08 ડિસેમ્બર (હિ.સ.) અભિનેતા જુનિયર મેહમૂદ નથી રહ્યા. જુનિયર મહેમૂદે રાત્રે 2 વાગ્યે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ પેટના કેન્સરથી પીડિત હતા. કેટલાક દિવસોથી તેમની તબિયત ખરાબ હતી. તેમના અંતિમ સંસ્કાર આજે (શુક્રવાર) બપોરે સાંતાક્રુઝ કબ્રસ્તાનમાં કરવામાં આવશે. જુનિયર મેહમૂદના નિધનની પુષ્ટિ તેના નજીકના મિત્ર સલામ કાઝીએ કરી છે.
સલામ કાઝીએ કહ્યું કે, ભાગ્યે જ કોઈ 67 વર્ષીય અભિનેતા જુનિયર મહેમૂદને નઈમ સૈયદના નામથી બોલાવે છે. આ તેનું સાચું નામ હતું. તેમની પરેલની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જુનિયર મેહમૂદની યાદગાર ફિલ્મોમાં ‘હાથી મેરે સાથી’, ‘કારવાં’ અને ‘મેરા નામ જોકર’ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મોનો સમાવેશ થાય છે. સારવાર દરમિયાન અભિનેતા મેહમૂદે તેના જૂના મિત્રો જિતેન્દ્ર અને સચિન પિલગાંવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પછી સચિન અને જિતેન્દ્ર તેને મળવા પણ ગયા હતા. અભિનેતા જુનિયર મેહમૂદના નિધનથી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. આ ઉપનામ પીઢ હાસ્ય કલાકાર મેહમૂદે નઈમ સૈયદને આપ્યું હતું.
તેમની અભિનય કારકિર્દીમાં, જુનિયર મહેમૂદે ફિલ્મો સિવાય ટીવી શોમાં કામ કર્યું હતું. તેમની કારકિર્દીની પ્રથમ ફિલ્મ 1967માં આવેલી સંજીવ કુમારની નૌનિહાલ હતી. તે સમયે તેની ઉંમર 11 વર્ષની હતી. આ પછી તે સંઘર્ષ, બ્રહ્મચારી, દો રાસ્તે, કટી પતંગ, હંગામા, છોટી બહુ, દાદાગીરી સહિતની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તે મોટાભાગે રાજેશ ખન્ના અને ગોવિંદાની ફિલ્મોમાં જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
