નવી દિલ્હી, 18 ડિસેમ્બર(હિ. સ.) બોલિવૂડ એક્ટર વરુણ ધવન હવે એક મોટી ફિલ્મ લઈને ફેન્સની સામે આવી રહ્યો છે. આ ફિલ્મમાં ફરી એકવાર વરુણ ધવનની ધમાકેદાર એન્ટ્રી જોવા મળશે. હાલમાં, અભિનેતા વરુણ ધવન તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.
વરુણ ધવનની આ ફિલ્મ આવતા નવા વર્ષે એટલે કે 2024માં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. તેનું નામ ‘વીડી 18’ રાખવામાં આવશે, એવું કહેવામાં આવી રહ્યું છે. તો વરુણ ધવન પોતે આ ટેગનો ઉપયોગ ચાહકોને ફિલ્મ વિશે નવી અપડેટ આપવા માટે કરી રહ્યો છે. હવે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક્ટર વરુણ ધવનને પગમાં ઈજા થઈ છે. વરુણ ધવને પોતે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરીને આ વિશે જણાવ્યું છે. આ તસવીરો જોઈને તેના ચાહકો ચિંતિત થઈ ગયા હતા.
બોલિવૂડ એક્ટર વરુણ ધવનની આગામી ફિલ્મ વીડી 18 મે 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે, ટીમ આ વર્ષના અંત પહેલા ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેતાને લોખંડના સળિયાથી પગમાં ઈજા થઈ હતી. અભિનેતાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના ઇજાગ્રસ્ત પગની તસવીર પણ શેર કરી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ બાદ ડિરેક્ટર એટલીએ, વરુણ ધવનની ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એટલી ની આગામી ફિલ્મમાં, વરુણ ધવન પોલીસના રોલમાં જોવા મળશે. વરુણ ફિલ્મ માટે જેટલો ઉત્સાહિત છે, તેટલા જ તેના ફેન્સ પણ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
વરુણ ધવન એટલી ની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ ફોટોમાં વરુણ ધવનના પગમાં ઘણો સોજો જોઈ શકાય છે. ફોટોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, તે લોખંડનો સળિયો લાગવાથી, ઘાયલ થયો છે. આ સાથે અભિનેતાએ એક રડતું ઇમોજી પણ શેર કર્યું હતું. આ પહેલા પણ તેણે શૂટિંગ દરમિયાન થયેલી ઈજાની કેટલીક તસવીરો શેર કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વરુણ ધવનની ‘વીડી 18’ એક એક્શન ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં વરુણ ધવન પણ પોલીસની ભૂમિકામાં જોવા મળશે. વરુણ ધવનની આ ફિલ્મ મોટા બજેટની ફિલ્મ બનવા જઈ રહી છે. બ્લોકબસ્ટર ફિલ્મ બાદ, એટલી આ પ્રોજેક્ટ પર કામ કરતા જોવા મળી રહ્યા છે. નવા વર્ષમાં આ ફિલ્મ હિટ સાબિત થવા જઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / ડો. હિતેશ / માધવી
