નવી દિલ્હી, 16 જાન્યુઆરી(હિ. સ.) બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને સાઉથ સ્ટાર એક્ટર વિજય સેતુપતિની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ને, કેટરીના કૈફની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ માનવામાં આવી રહી છે. જો કે આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન, કંઈ ખાસ બતાવી શક્યું નથી. હવે આ ફિલ્મનું ચોથા દિવસનું કલેક્શન સામે આવ્યું છે.
સૈકનિલ્કના બોક્સ ઓફિસ રિપોર્ટ અનુસાર, કેટરીના કૈફ-વિજય સેતુપતિ અભિનીત ‘મેરી ક્રિસમસ’એ ચોથા દિવસે, એટલે કે પહેલા સોમવારે માત્ર 1.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ કમાણી બાદ ફિલ્મનું કુલ કલેક્શન 13 કરોડ થઈ ગયું છે. ‘હનુમાન’ અને ‘ગુંટુર કરમ’ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ‘મેરી ક્રિસમસ’ને ટક્કર આપી છે. તેથી, ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ની ગતિ બોક્સ ઓફિસ પર, થોડી ધીમી પડી છે. તેનું મુખ્ય કારણ ફિલ્મની વાર્તાની ધીમી ગતિ હોવાનું કહેવાય છે.
ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં કેટરિના કૈફના કામની ખૂબ ચર્ચા થઈ રહી છે. દરમિયાન, ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે. ફિલ્મ ‘મેરી ક્રિસમસ’, મોટા પડદા પર બહુ અજાયબી કરે તેવું લાગતું નથી. શ્રીરામ રાઘવન જેવા દિગ્દર્શક અને કેટરિના કૈફ અને વિજય સેતુપતિ જેવા મજબૂત કલાકારો હોવા છતાં પણ, આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નથી.
ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં અભિનેતા વિજય સેતુપતિ અને અભિનેત્રી કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત સંજય કપૂર, ટીનુ આનંદ, વિનય પાઠક, અશ્વિની કાલસેકર અને પ્રતિમા કાઝમીએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મની વાર્તા અને તેની ઝીણવટભરી બાબતો દર્શકોને અંત સુધી જકડી રાખશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / ડો. હિતેશ /માધવી
