
નવી દિલ્હી, 11 જાન્યુઆરી(હિ. સ.) ફિલ્મ ‘અર્ધનારી-2’નો આકર્ષક લુક સામે આવ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર પણ ટૂંક સમયમાં જ આવવાનું છે, પરંતુ તે પહેલા જ ફિલ્મના ફર્સ્ટ લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ ફિલ્મમાં યશ કુમાર અને અવધેશ મિશ્રા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના નિર્માતા અપૂર્વ મેડતિયા, રામા પ્રસાદ, મોનિકા સિંહ અને ચંદ્રેશ મહેતા છે, જ્યારે દિગ્દર્શક રાજ કિશોર પ્રસાદ છે.
આ ફિલ્મ વિશે યશ કુમારે કહ્યું કે, ‘અર્ધનારી’ એક શાનદાર ફિલ્મ હતી. આ ફિલ્મ તેની સફળતા બાદ બની રહી છે. ‘અર્ધનારી-2’ એક રસપ્રદ ફિલ્મ છે. આ ફિલ્મ ભવ્ય રીતે બનાવવામાં આવી છે અને આ ફિલ્મ અગાઉની ફિલ્મ કરતા અલગ હશે. ફિલ્મમાં દરેક પાત્ર મહત્વપૂર્ણ છે. હું ફરી એકવાર અભૂતપૂર્વ પાત્ર જીવ્યો છું. ફિલ્મની વાર્તા અને સંવાદો કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. યશ કુમારે કહ્યું કે, દર્શકોને ફિલ્મનો લુક ચોક્કસ ગમશે. ફિલ્મનું ટ્રેલર પણ ટૂંક સમયમાં આવશે અને મને વિશ્વાસ છે કે, દર્શકોને ફિલ્મનું ટ્રેલર ગમશે.
ફિલ્મ ‘અર્ધનારી-2’ની વાર્તા યશ કુમાર અને એસકે ચૌહાણની છે. પટકથા અને સંવાદો એસ.કે.ચૌહાણના છે. ફિલ્મમાં મુન્ના દુબેએ સંગીત આપ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/સુનીલ / માધવી
