નવી દિલ્હી, 7 નવેમ્બર (હિ. સ.) તેના અદભૂત દ્રશ્યો, અસાધારણ સાઉન્ડટ્રેક અને ફિલ્મની રસપ્રદ ઝલક સાથેના ટ્રેલરને, સકારાત્મક પ્રતિસાદ મળ્યા પછી, પ્રાઇમ વિડિયોએ બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘પીપ્પા’ના તેના પ્રથમ ગીત ‘રેમ્પેજ રેપ’ના રિલીઝ સાથે ઉત્તેજના પેદા કરી છે. વીડિયોમાં ઈશાનને, ભારતીય સેનાના કેપ્ટન બલરામ સિંહ મહેતા તરીકે ભારતના સૌથી ભયંકર યુદ્ધનો, સામનો કરવાના મિશન પર દર્શાવવામાં આવ્યો છે.
લોકપ્રિય ગાયક સંગીતકાર એ.આર. રહેમાન દ્વારા રચિત, આ દમદાર ગીતમાં કેટલાક રોમાંચક અને એડ્રેનાલિન-પમ્પિંગ બીટ્સ છે, જે માત્ર પ્રેક્ષકોને રોમાંચિત કરે છે એટલું જ નહીં પણ તેમને વાર્તામાં પણ વ્યસ્ત રાખે છે. એમસી હેમ દ્વારા લખાયેલ અને એમસી હેમ અને ક્રિસ્ટલ દ્વારા ગાયું, આ ગીત એક મજબૂત દેશભક્તિની લાગણી જગાડે છે.
ગીત વિશે વાત કરતાં, એ.આર. રહેમાન કહે છે, “રેમ્પેજ રેપ પરંપરા સાથે મજબૂત જોડાણ જાળવી રાખીને અને ફિલ્મની થીમ પ્રત્યે વફાદાર રહીને રેપની વાઇબ્રન્ટ એનર્જીને વધારવાનો મહત્વાકાંક્ષી પ્રયાસ રજૂ કરે છે. એમસી હેમે 7/8 રેપ બનાવવા અને એકસાથે મૂકવામાં નોંધપાત્ર કૌશલ્ય દર્શાવ્યું છે. જે તેમને પ્રસ્તુત પડકારને ધ્યાનમાં રાખીને ખૂબ જ દુર્લભ સિદ્ધિ હતી. આ ગીત ફિલ્મની કેટલીક મહત્વપૂર્ણ ક્ષણોમાં તેનું સ્થાન શોધે છે.”
આરએસવીપી અને સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સના બેનર હેઠળ રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત, અને રાજા કૃષ્ણ મેનન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ઈશાન વાસ્તવિક જીવનના યુદ્ધ નાયક કેપ્ટન બલરામ સિંહ મહેતા તરીકે કામ કરે છે. તેની સાથે મૃણાલ ઠાકુર, પ્રિયાંશુ પૈન્યુલી અને સોની રાઝદાન મહત્વની ભૂમિકામાં છે. પીપ્પા 10 નવેમ્બરના રોજ પ્રાઇમ વિડિયો પર વૈશ્વિક સ્તરે પ્રીમિયર કરવા માટે તૈયાર છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
