નવી દિલ્હી, 31 ઓકટોબર : બોલિવૂડ ક્વીન કંગના રનૌતની ફિલ્મ, તેજસ 27 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી, પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી હતી. જો કે, ફિલ્મ રિલીઝ થયા બાદ, બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ બતાવવામાં નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. તેજસે બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતા ઘણી ઓછી કમાણી કરી.
ફિલ્મે રિલીઝના પહેલા અને બીજા દિવસે 1.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ આંકડાઓ પર નજર કરીએ તો, ફિલ્મે બે દિવસમાં માત્ર 2.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ત્રીજા દિવસે એટલે કે રવિવારે પણ ફિલ્મ 5 કરોડનો આંકડો પાર કરી શકી નથી. આ કારણે ઘણા સિનેમાઘરોમાં કંગનાની ફિલ્મનું સ્ક્રિનિંગ ઘટી ગયુ હતુ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એ પણ સ્પષ્ટ છે કે, રવિવારે તેજસ ને જોવા માટે થિયેટરમાં સરેરાશ 10 થી 12 લોકો હોય છે. સોમવારથી આ ફિલ્મના 50 ટકા શો ઘટી ગયા છે. સૈકીનલ્ક ના અહેવાલ મુજબ તે સ્પષ્ટ છે કે, તેજસે સોમવારે લગભગ 50 લાખ રૂપિયાની કમાણી કરી હતી. થિયેટર માલિકો અને વિતરકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે,”બિહારના કેટલાક થિયેટરોમાં એક પણ ટિકિટ વેચાઈ નથી.”
તાજેતરમાં કંગનાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં દર્શકોને થિયેટરોમાં ફિલ્મ જોવાની વિનંતી કરવામાં આવી હતી. આ વીડિયોને કારણે, કંગનાને પણ ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. પહેલા બોલિવૂડ સામે અવાજ ઉઠાવનાર કંગનાની નેટીઝન્સ દ્વારા ટીકા કરવામાં આવી હતી. ‘ધાકડ’ કરતાં વધુ સારી હોવા છતાં, કંગનાની ‘તેજસ’ માટે બોક્સ ઓફિસ પર ટકી રહેવું અશક્ય લાગે છે.
