નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) આ દિવાળીમાં, દેશી ધ્વની રેકોર્ડ્સે ‘દિવાળી આવી રે’ ગીત રજૂ કર્યું છે. જેમાં ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યાથી પાછા ફર્યા, ત્યારે ઉજવવામાં આવેલી પ્રથમ દિવાળી દર્શાવવામાં આવી હતી અને ત્યાંના લોકોએ, તેમનું સ્વાગત કર્યું હતું. આ ગીત ઈન્ડિયન આઈડલ 2023ના વિજેતા, અયોધ્યાના ઋષિ સિંહે સ્વરબદ્ધ કર્યું છે અને આ ગીતનું સંગીત જીતુલ બોરાએ કમ્પોઝ કર્યું છે. જગદીશચંદ્ર પાટીલ દ્વારા નિર્મિત, આ ગીતનું નિર્દેશન વિજય બૂટે એ કર્યું છે.
ગીતના મ્યુઝિક વીડિયોમાં રવિ ભાટિયા, અનુજા શિંદે અને હર્ષ નાયર જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ ગીત તમામ મીડિયા પ્લેટફોર્મ અને રીલ્સ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
દેશી ધ્વની રેકોર્ડ્સ, એક પારિવારિક અને ધાર્મિક ગીત લઈને આવ્યું છે, જે આ ગીત દ્વારા લોકોમાં સનાતન ધર્મનું જ્ઞાન ફેલાવી રહ્યું છે. આ ગીત હવે દેશી ધ્વની રેકોર્ડ્સની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સંજીવ / માધવી
