નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) ભારત હવે સતત ચોથી વખત વન ડે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રવેશ્યું છે. જોકે ભારતીય ટીમને છેલ્લી બે આવૃત્તિઓમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સેમી ફાઈનલ મેચને લઈને, કોચ રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટ ટીમને કહ્યું કે,” દબાણ હશે, પરંતુ તેનાથી ટીમના અભિગમ કે તૈયારીમાં કોઈ ફેરફાર નહીં થાય.”
દ્રવિડે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, અમે જાણીએ છીએ કે, તે એક મહત્વપૂર્ણ મેચ છે, તે નોકઆઉટ મેચ છે. પરંતુ અમારે એ હકીકત સ્વીકારવી પડશે કે, અમુક અંશે દબાણ હશે પરંતુ મને લાગે છે કે, અમે અત્યાર સુધી જે રીતે તેને હેન્ડલ કર્યું છે. અમે દબાણનો જવાબ આપ્યો છે, તેનાથી અમને ઘણો આત્મવિશ્વાસ મળશે અને ટીમના અભિગમ કે તૈયારીમાં કોઈ ફેરફાર થશે નહીં.
તેણે કહ્યું, મને નથી લાગતું કે, અમે જે રીતે તૈયારી કરીએ છીએ અથવા સેમિફાઇનલ માટે અમે જે રીતે આયોજન કરીએ છીએ, તેમાં અમે કંઈપણ બદલીશું. મને ખરેખર વિશ્વાસ છે કે, જૂથમાં જે ઉત્સાહ છે, જૂથમાં જે ઊર્જા છે. ગ્રુપમાં અમને જે આત્મવિશ્વાસ છે. તે આ ક્ષણે ખરેખર સારો છે. અમે જે કરી શકીએ છીએ તે અમારી સામે છે, તે એટલે રમવું, આગામી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું, વર્તમાન ક્ષણમાં રહો અને અમારું શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરવો, જે તમારી પાસે છે. કોઈપણ ક્રિકેટ મેચ જીતવાની, કોઈ ગેરંટી નથી. તમે ખરેખર સારી તૈયારી કરી શકો છો. સારી યોજના બનાવી શકો છો અને તમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકો છો. હું ખરેખર આશા રાખું છું કે, અમે આગામી થોડા દિવસોમાં તે કરી શકીશું. અને આશા છે કે, અમે ખરેખર સારું ક્રિકેટ રમીશું.
આપને જણાવી દઈએ કે, નેધરલેન્ડ સામેની છેલ્લી લીગ મેચમાં જીતનો પાયો ભારતીય બેટ્સમેનોએ નાખ્યો હતો. જેમણે 4 વિકેટે 410 રન બનાવ્યા હતા. સેન્ચુરિયન કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે, ચોથી મેચમાં 128 બોલમાં 208 રનની ભાગીદારી કરી હતી. અય્યરે અણનમ 128 અને રાહુલે 102 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ, 47.5 ઓવરમાં 210 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ 2-2 અને વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માએ 1-1 વિકેટ લીધી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
