નવી દિલ્હી, 3 જાન્યુઆરી (હિ. સ.) બોલિવૂડ એક્ટર આમિર ખાનની લાડકી દીકરી આયરા ખાન, આજે લગ્ન કરવા જઈ રહી છે. આયરા ફિટનેસ ટ્રેનર નુપુર શિખરે સાથે લગ્ન કરશે. બંનેના શાહી લગ્ન બાંદ્રા સ્થિત તાજ લેન્ડ એન્ડ હોટેલમાં થશે.
આયરા અને નુપુરના પ્રી-વેડિંગ પ્રોગ્રામ શરૂ થઈ ગયા છે. બંનેની હલ્દી સેરેમની 2જી જાન્યુઆરીએ થઈ હતી. જેમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે આયરાની હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમિરની પુત્રીના લગ્નમાં નજીકના મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન આયરા અને નુપુરના લગ્નમાં આવનાર મહેમાનો માટે, ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમ નો-ગિફ્ટ પોલિસી છે. કહેવામાં આવી રહ્યું છે કે, લગ્નમાં આવનાર મહેમાનોને ડીસ્ટર્બ ન કરવાની શરત રાખવામાં આવી છે.
અહેવાલ છે કે, લગ્નના મહેમાનો પાસેથી ભેટ સ્વીકારવાને બદલે, આયરા અને નૂપુરને, તેમના એનજીઓ ને દાન આપવાની વિનંતી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આયરા અને નુપુરે લગ્નના મહેમાનોને, ગિફ્ટના બદલે ‘અગત્સુ ફાઉન્ડેશન’ને દાન કરવાની વિનંતી કરી છે. આયરા અને નુપુરના આ નિર્ણયની, દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે.
આયરા અને નુપુર મુંબઈના તાજ લેન્ડ એન્ડમાં રજિસ્ટર્ડ રીતે, લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન બાદ 6 થી 10 જાન્યુઆરી સુધી, દિલ્હી અને જયપુરમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં, બોલિવૂડના અનેક કલાકારો હાજરી આપશે. આમિરે પોતે પોતાની લાડકી દીકરીના લગ્નમાં, ઘણા કલાકારોને આમંત્રિત કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
