નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિં.સ.) કેન્દ્ર સરકારે 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં, 39 રૂપિયાનો ઘટાડો થયો છે. જો કે, સરકારના આ પગલાથી ગૃહિણીઓને કોઈ રાહત મળી નથી. કારણ કે ઘરમાં ઉપયોગમાં લેવાતા 14 કિલો વજનના એલપીજી સિલિન્ડરની કિંમતમાં, કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ કપાત બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,796.50 રૂપિયાથી ઘટીને 1,757.50 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે, મુંબઈમાં તેની કિંમત રૂ.1,749 થી ઘટીને રૂ.1,710, કોલકાતામાં રૂ.1,908 થી ઘટીને રૂ.1,869 અને ચેન્નઇમાં રૂ.1,968.50 થી ઘટીને રૂ.1,929.50 થઇ છે.
આ પહેલા 1 ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં, 21 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા / સુનીત / માધવી
