નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિ. સ.) બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર હાલમાં, મોટાભાગનો સમય પુત્રી દેવી સાથે વિતાવી રહ્યા છે. આ કપલે તાજેતરમાં જ તેમની પુત્રીનો, પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો. બંનેએ દેવીના જન્મદિવસની ઉજવણી માટે, માલદીવ પસંદ કર્યું અને સોશિયલ મીડિયા પર જન્મદિવસની ઉજવણીની ઝલક શેર કરી. આવી સ્થિતિમાં બિપાશાનો એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં પાપારાઝી બિપાશાને, ફાઈટરના ટીઝર વિશે પૂછતા જોવા મળે છે. પાપારાઝીએ બિપાશાને પૂછ્યું કે,’ તે ફિલ્મ ‘ફાઇટર’ના ટીઝર વિશે શું વિચારે છે?’ તો બિપાશાએ કહ્યું કે,’ તેમાં બધા હોટ દેખાય છે. કરણ બહુ હોટ છે. નહીંતર હું તેની સાથે, શા માટે લગ્ન કરત.’ આમ કહીને બિપાશા, પોતાના પર હસી પડી. બિપાશાના આ વીડિયોએ, સોશિયલ મીડિયા પર નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયો પર ચાહકોએ, કોમેન્ટનો વરસાદ કર્યો છે.
આ રીતે બિપાશા-કરણની લવ સ્ટોરી શરૂ થઈ હતી-
બિપાશા અને કરણની પહેલી મુલાકાત, ફિલ્મ અલોનના શૂટિંગ દરમિયાન થઈ હતી. ટૂંક સમયમાં તેઓ સારા મિત્રો બની ગયા, અને તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. આ પછી બંનેએ લગ્ન કરવાનો, નિર્ણય લીધો. તેઓએ 2016માં લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ પછી, તેમના ઘરે એક નાનકડી દેવદૂત આવી, જેને તેઓએ દેવી નામ આપ્યું. હાલમાં જ આ કપલ, દેવી સાથે એરપોર્ટ પર જોવા મળ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
