નવી દિલ્હી, 08 મે : આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં વધઘટ અટકવાનું નામ નથી લેતું. બ્રેન્ટ ક્રૂડ લગભગ 83 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ લગભગ 79 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 94.72, ડીઝલ રૂ. 87.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 104.21, ડીઝલ રૂ. 92.15, કોલકતામાં પેટ્રોલ રૂ. 103.94, ડીઝલ રૂ. 90.76 અને ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના ત્રીજા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.35 ડોલર એટલેકે 0.42 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 82.81 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.28 ડોલર એટલેકે 0.36 ટકા ઘટીને બેરલ દીઠ 78.10 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
