નવી દિલ્હી, 04 ડિસેમ્બર (હિં.સ.) મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સ્પોટીફાય એ, ફરી એકવાર તેના કર્મચારીઓમાં 17 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. લગભગ 1,500 કર્મચારીઓને આ કાપની અસર થશે. પહેલા, કંપનીએ લગભગ 600 લોકોને તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.
કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ડેનિયલ એકે સોમવારે, કર્મચારીઓને મોકલેલા ઈ-મેલમાં આ માહિતી આપી હતી. ડેનિયલે કહ્યું કે,” મેં કંપનીના કર્મચારીઓને 17 ટકા ઘટાડવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.” તેમણે કહ્યું કે,” હું માનું છું કે આ નિર્ણયથી મૂલ્યવાન યોગદાન આપનારા, ઘણા લોકોને અસર થશે. સાચું કહું તો ઘણા સ્માર્ટ, પ્રતિભાશાળી અને મહેનતુ લોકો, આપણને છોડીને જશે.”
સ્પોટીફાય ના 17 ટકા કર્મચારીઓની છટણીનો અર્થ એ છે કે, લગભગ 1,500 કર્મચારીઓ વ્યવસાયમાંથી બહાર થઈ જશે. આ પહેલા પણ સ્પોટીફાય એ જાન્યુઆરીમાં 600 કર્મચારીઓની છટણી કરી હતી. ત્યાર બાદ જૂનમાં 200 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, સ્પોટીફાય એ, સ્વીડિશ ઓડિયો સ્ટ્રીમિંગ અને મીડિયા સર્વિસ પ્રોવાઈડર છે. જેની સ્થાપના 2006માં ડેનિયલ એક દ્વારા કરવામાં આવી હતી. તે વિશ્વના સૌથી મોટા સંગીત સ્ટ્રીમિંગ સેવા પ્રદાતાઓમાંનું એક છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી
