નવી દિલ્હી, 4 ડિસેમ્બર (હિ. સ.) રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’ની કોપ યુનિવર્સમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં અજય દેવગન અને કરીના કપૂર લીડ રોલમાં છે. આ સિવાય આ ફિલ્મમાં અક્ષય કુમાર અને રણવીર સિંહ પણ જોવા મળશે. કરીનાએ પોતાની પોસ્ટમાં શેર કર્યું હતું કે,’ ફિલ્મની વચ્ચે એક જબરદસ્ત એક્શન સીન શૂટ કરવામાં આવ્યો હતો.’ હવે ‘સિંઘમ અગેન’ના સેટ પરથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મુંબઈના વિલે પાર્લેમાં ‘સિંઘમ અગેઇન’ના એક્શન સીનનું શૂટિંગ કરતી વખતે, અજય દેવગનને આંખમાં ઈજા થઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના એક્શન કોમ્બેટ સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે થઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સારવાર માટે થોડો સમય વિરામ લીધા બાદ અજય દેવગણે, ફરીથી શૂટિંગ શરૂ કરી દીધું છે. દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર પણ આ ફિલ્મ દ્વારા કોપ યુનિવર્સ સાથે જોડાશે. થોડા દિવસો પહેલા આ ફિલ્મના દીપિકા, રણવીર અને ટાઈગરના ડરામણા લુક્સ સામે આવ્યા હતા. આ પછી રોહિત શેટ્ટીએ અજય દેવગનનો લુક પણ શેર કર્યો હતો, જેની ખૂબ ચર્ચા થઈ હતી.
ફિલ્મ ‘સિંઘમ અગેન’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને યશરાજ સ્ટુડિયો, મુંબઈ અને હૈદરાબાદમાં પૂર્ણ થયું છે. ઉપરાંત, ફિલ્મનો ક્લાઈમેક્સ પણ ટૂંક સમયમાં શૂટ કરવામાં આવશે. જેના પર 25 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવશે. ‘સિંઘમ અગેઇન’, 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. અલ્લુ અર્જુનની ‘પુષ્પા-2’ પણ એ જ દિવસે રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટ મુલતવી રાખવા અંગે હજુ સુધી કોઈ નિર્માતાએ ટિપ્પણી કરી નથી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
