નવી દિલ્હી, 21 નવેમ્બર (હિં.સ.) જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (આઇઆરઈડીએ) એ એન્કર નિવેશકો પાસેથી રૂ. 643 કરોડ એકત્ર કર્યા છે. કંપનીની રૂ.2,150 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) 21 નવેમ્બરે ખુલ્યો છે, જે 23 નવેમ્બરના રોજ બંધ થશે.
આઇઆરઈડીએ એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ.643 કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ 58 ફંડોને, 20,10,19,726 શેર રૂ.32 પ્રતિ શેરના ભાવે ફાળવ્યા છે. આ કિંમત શ્રેણીનો, ઉપરી સ્તર છે. આઈપીઓ માટે, ભાવની શ્રેણી 30-32 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.”
આઇઆરઈડીએ પ્રારંભિક જાહેર ઓફર હેઠળ, 40.31 કરોડ નવા શેર જારી કરશે. કંપની વેલ્યુએશન બેન્ડના ઉપરી સ્તર પર રૂ. 1,290 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. નોંધનીય છે કે, ગયા વર્ષે મે મહિનામાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પછી, જાહેર ક્ષેત્રની કંપનીનો આ પ્રથમ આઈપીઓ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન / માધવી
