નવી દિલ્હી, 11 ઓક્ટોબર : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ, બુધવારે છ રાજ્યોમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના સ્થળો પર દરોડા પાડ્યા હતા.
એનઆઈએ એ આ કાર્યવાહી દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત અન્ય રાજ્યોમાં કરી છે. મહારાષ્ટ્રમાં મુંબઈના વિક્રોલી વિસ્તારમાં 7/11ના ટ્રેન બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ છૂટેલા વાહિદ શેખના ઘરે સવારથી એનઆઈએ ના દરોડા ચાલુ છે. મદુરાઈના ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે. રાજસ્થાનના ટોંક જિલ્લામાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. એજન્સીએ ભોપાલના ખાનુગાંવ વિસ્તારમાં પણ દરોડા પાડ્યા છે. એનઆઈએ એ, દિલ્હી પોલીસ સાથે મળીને જૂની દિલ્હી અને લખનઉમાં પીએફઆઈ ના પરિસરમાં દરોડા પાડ્યા છે.
