• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > કિસાન દિવસના ઉપલક્ષમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ‘‘વિવિધ કૃષિ સંશોધનોની પહેલો દ્વારા ટકાઉ ખેતી, ગ્રામીણ વિકાસ અને પ્રાદેશિક સહયોગને વેગ વિષય ઉપર રાષ્ટ્રીય સેમીનાર યોજાયો
Regional

કિસાન દિવસના ઉપલક્ષમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ‘‘વિવિધ કૃષિ સંશોધનોની પહેલો દ્વારા ટકાઉ ખેતી, ગ્રામીણ વિકાસ અને પ્રાદેશિક સહયોગને વેગ વિષય ઉપર રાષ્ટ્રીય સેમીનાર યોજાયો

CliQ INDIA
Last updated: December 24, 2025 3:12 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

જુનાગઢ 24 ડિસેમ્બર (હિ.સ.) કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા આજ રોજ ‘‘વિવિધ કૃષિ સંશોધનોની પહેલો દ્વારા ટકાઉ ખેતી, ગ્રામીણ વિકાસ અને પ્રાદેશિક સહયોગને વેગ આપવાના વિષય પર રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી નિમિત્તે એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ સેમિનારમાં પાક ઉત્પાદન, પાક સંરક્ષણ બાગાયત, બાયોટેકનોલોજી તેમજ સામાજિક વિજ્ઞાન જેવા વિષયક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા. સેમિનારમાં ગુજરાત સહિતના જુદા જુદા રાજયોમાંથી આ વિષયોને લગતા વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગ પ્રતિનિધિઓ, પ્રગતિશીલ ખેડૂતો સહિત ૩૫૦ થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધેલ અને સંશોધન પેપર તેમજ પોષ્ટર પ્રેઝન્ટ કર્યુ હતુ.

આ સેમિનારનો ઉદ્દઘાટન સમારોહ કુલપતિ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડૉ.વી.પી. ચોવટિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેઓએ સરદાર વલ્લભભાઇ પટેલના શબ્દોને યાદ કરાવતા જણાવ્યુ કે, કૃષિ એ આપણી સંસ્કૃતિ છે જે દેશના વિકાસ માટેનું અવિભાજ્ય અંગ છે. ઘણી સમસ્યાઓ હોવા છતાં કૃષિ, ડેરી, મૂલ્યવર્ધન, ટેક્સટાઈલ અને રીન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ગુજરાતનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. તેઓએ વધુમાં જણાવેલ કે, વિકાસની સાથે સાથે સામાજીક મુલ્યો પણ અગત્યના છે તેમજ આ પરિસંવાદ દ્વારા સંશોધનો પ્રસિધ્ધ થયા બાદ ખેડૂતો અને દેશના વિકાસમાં ઉપયોગી નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ડૉ. એ. આર.પાઠક, પૂર્વ કુલપતિ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા નવસારી કૃષિ યુનિવર્સિટી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા. તેમણે અને જણાવેલ કે, આ સેમિનાર યુવા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓના જ્ઞાનને ઉપયોગમાં લેવા માધ્યમ પૂરું પાડશે. તેઓએ વધુમાં જણાવેલ કે, ટકાઉ ખેતી માટે જમીન અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ તેમજ GPS અને ડ્રોન જેવી નવી ટેકનોલોજીને વધુ ચકાસીને તેનો ઉપયોગ ખેડૂતો કરતા થાય તેવા પ્રયત્નો કરવા જરૂરી છે. આ ઉપરાંત કલાઇમેટને અનુકૂળ પાકોની સુધારેલી જાતો, બાયોપેસ્ટીસાઇડ અને બાયો ફર્ટીલાઇઝરનો ઉપયોગ પણ એટલો જ જરૂરી છે. ગ્રામીણ વિકાસ માટે ગામોને આત્મનિર્ભર બનાવવા તેમજ જુદા જુદા વિભાગોના સંકલન જરૂરી છે.

ડૉ. એ. કે.ગુપ્તા, પૂર્વ સંશોધન નિયામક, એસ.કે.એન.એ.યુ., જોબનેર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી જણાવ્યુ હતુ કે , કૃષિ એ સૌથી ઉત્તમ વ્યવસાય છે અને કૃષિ, બાગાયત અને દુધ ઉત્પાદન ક્ષેત્રે ખેડૂતોનુ યોગદાન અમુલ્ય હોય છે.

ડૉ.એ.જી.પાનસુરિયા, સંશોધન નિયામક,જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ એ જણાવેલ કે, રાષ્ટ્રીય કિસાન દિવસના અનુસંધાને આ દિવસે યોજાયેલ આ રાષ્ટ્રીય સેમીનાર આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કર્યા છે.

આ કાર્યક્રમમાં ડૉ. એન. બી. જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામક, ડૉ. વાય. એચ. ઘેલાણી, કુલસચિવશ્રી, શ્રી ગૌરવ દવે, સંયુકત ખેતી નિયામક, ગુજરાત સરકાર અને ડૉ. પી.ડી. કુમાવત, આચાર્ય અને ડીન, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તથા આ સેમીનારમાં સહયોગ આપનાર જુદી જુદી કંપની, સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

ઉપરોકત ઉદ્દઘાટન કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સેમિનારના ઓર્ગનાઈઝિંગ સેક્રેટરી ડૉ. એન. જે. આરદેશણા તેમજ આભાર દર્શન જોઇન્ટ ઓર્ગનાઈઝિંગ સેક્રેટરી ડૉ. બી. સ્વામિનાથન દ્વારા કરવામાં આવ્યુ હતુ.

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

પોરબંદરમાં જલારામબાપાની 226 ફૂટની રંગોળી તૈયાર કરાઈ
અરવલ્લીમાં ૧૦૮ને વર્ષ દરમિયાન હાર્ટએટેકના 688. શ્વાસ લેવામાં સમસ્યાના 1016 કેસ મળ્યા
શહીદ વીર જવાન મેહુલ ભુવાનો પાર્થિવ દેહ માદરે વતન ધામેલ ખાતે પંચ મહાભૂતોમાં શનિવારે વિલીન થશે
નવસારીની સર જે.જે.પ્રાયમરી શાળામાં મેંગો ડે ની ઉજવણી | BulletsIn
અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ અને લાલાવદર ગામના સરપંચ ચેતન ધાનાણી સામે ગંભીર આરોપો સાથે ગુન્હો નોંધાયો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલવીએમ3-એમ6 અને બ્લુબર્ડ-બ્લોક-2 ના, સફળ પ્રક્ષેપણ બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા
Next Article જોશુઆ સીલની ટીમે, ટાટા ઓપન 2025 માં પ્રો-એમ ઇવેન્ટ જીતી.
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?