મોડાસા, 30 ડિસેમ્બર(હિ. સ.) ૧૦૮ની સેવાઓ ઈમરજન્સીન દર્દીઓ માટે આશીર્વાદ બને છે. ઈમરજન્સીમાં અનેક દર્દીઓને સમયસર સારવાર મળતાં જીવ બચી જાય છે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ બીમારીઓમાં વધારો થવા ઉપરાંત અકસ્માતોના બનાવો પણ મથી રહ્યા છે. પરિણામે આ વર્ષે અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સીને કુલ ૧૭૩૩૨ કેસ મળ્યા છે. જેમાં સૌથી વધુ પ્રસુતિને લગતા ૫૩૧૨ કેશ મળ્યા છે. જયારે આ વર્ષે હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા હોય જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ૪૮૮ કેસ મળ્યા છે.
અરવલ્લી જિલ્લામાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ઈમરજન્સી ૧૦૮ને કુલ ૧૭૩૩૨ કેસ મળ્યા છે. જિલ્લામાં હાલ છ.તાલુકા મથકો ઉપરાંત અન્ય મોટા વિસ્તારોમાં મળી ૧૩ ઈમરજન્સી ૧૦૮ વાહનો દોડી કાર્યરત છે. જિલ્લામાં વર્ષ દરમિયાન અકસ્માત ,પ્રસુતિ અને શ્વાસ સબંધિત કેસો સહિતના ઈમરજ-સી કેસોમાં ૧૦૮ ઝડપથી દોડી પહોંચી દડીઓ માટે આશીર્વાદરૂપ બને છે. વર્ષ દરમિયાન જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સીને પ્રસુતિ સંબંધિત સુધી સૌથી વધુ ૫૩૧૨ કેસ મળ્યા છે. જયારે છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકની બીમારીઓમાં સતટ વધારો થઈ રહ્યો છે. યુવાનોમાં પણ હાર્ટ એટેક આવવાના અને અચાનક ઢળી પડવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો હોય વર્ષ દરમિયાન બદલ સંબંધિત ૬૮૮ કેસ ૧૦૮ને મળ્યા છે. શ્વાસની સમસ્યાઓ ઉભી થઈ હોય તેવા પણ જિલ્લામાં ૧૦૧ર કેસ નોંધાયા છે જે સરેરાશ પ્રતિદિન ત્રણ જેટલા કેસ મળ્યા છે, આ જ રીતે વાહનોથી અકસ્માતોના ૨૫૮૧ કેશ મળ્યા છે જે પ્રતિદિન સરેશશ સાત જેટવા થાય છે. સર્પદંશ દેશ અને દવાઓ પીવાના મળી પોઈઝનિંગના પણ ૪૨૦ કેશ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ૧૦૮ને મળ્યા છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્ય સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ હાર્ટ એટેક આવવાના અનેક બનાવોબન્યા હતા. આ ઉપરાંત નવરાત્રિ દરમિવાન પણ સરકારે જીલ્લાના અનેક સ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સે કાર્યરત રાખી હતી . ત્યારે ૧૦૮ની કામગીરી ઘણી વમત બીરદાવવા લાયક બની હતી.
તહેવારો દરમિયાન ઈમરજન્સી કેસોમાં ૭૦ ટકા સુધીનો વધારો
દિવાળીના તહેવારો સમયે વાહનોની દોડાદોડ વધી જાય છે પરિણામે અકસ્માતોના કેસોમાં વધારો થાય છે. આ ઉપરાંત દાઝી જવાના તેમજ મીઠાઈબો સહિતની વસ્તુઓ આરોગવાથી વિવિધ બીમારીઓમાં વધારો થતા કેસોમાં વધારો થાય છે. ફટાકડા ફોડવાથી દાણી જવાના કેસો પણ આ સમયે સૌથી વધુ ભાવે છે. ઉત્તરાયણના સમયે ધાબા પરથી પટકાઈ જવાના તેમજ ગળામાં દોરો લપેટાઈ જવાથી ઈજાલોના બનાવોમાં વધારો થાય છે. હોળી ધુળેટીના તહેવારો દરમિયાન પણ ૧૦૮ના કેસોમાં વધારો થાય છે. તહેવારોના સમયગાળા દરમિયાન સામાન્ય દિવસો કરતા ૪૦ થી ૭૦ ટકાનો કેસોમાં વધારો થતો હોય છે.
.હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/માધવી
