નવી દિલ્હી, 02 મે : અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સે, નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ) નો નફો 31 માર્ચે પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં 76.87 ટકા વધીને, રૂ. 2,014.77 કરોડ થયો છે.
એપીએસઈઝેડ એ ગુરુવારે, શેરબજારને જાણ કરી હતી કે,” તેની એકીકૃત કુલ આવક 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં વધીને રૂ. 7,199.94 કરોડ થઈ છે. જે પહેલાના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 6,178.35 કરોડ હતી. આ સિવાય જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કુલ ખર્ચ વધીને રૂ. 4,450.52 કરોડ થયો છે. જે પહેલાના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 3,995 કરોડ હતો.”
કંપનીએ જણાવ્યું કે,” જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં દેશની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ કંપનીનો, કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 76.87 ટકા વધીને રૂ. 2,014.77 કરોડ થયો છે. આના કારણે, કંપનીએ પહેલાના નાણાકીય વર્ષ 2022-23ના સમાન સમયગાળામાં રૂ. 1,139.07 કરોડનો નફો કર્યો હતો.”
