નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 83 ડોલરની નજીક અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 78 ડોલરની આસપાસ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72, ડીઝલ રૂ. 89.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27, કોલકતામાં પેટ્રોલ રૂ. 106.03, ડીઝલ રૂ. 92.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, બ્રાન્ડેડ ક્રૂડ 0.88 ડોલર એટલેકે 1.06 ટકા ઘટીને બેરલ દીઠ 82.08 ડોલર પર રહ્યું. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 0.92 ડોલર એટલેકે 1.17 ટકા ઘટીને પ્રતિ બેરલ 78.01 ડોલર પર સ્થિર છે.
