પાટણ : લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત 7 મે ના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ, કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પાટણ જિલ્લા ચૂંટણીતંત્ર દ્રારા પાટણની પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટ મતદાન માટેનું કેન્દ્ર ઉભું કરાયું છે. જ્યાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મતદાન કરી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.લોકસભા ચૂંટણી અંતર્ગત પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી ની ઉપસ્થિત માં નિવાસી અધિક કલેકટર સહિત નાયબ ચૂંટણી અધિકારી સાહિત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ,પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.
પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે,પાટણ લોક સભા માં સમાવિષ્ટ 18 પાટણ વિધાનસભાના 490 મતદારો જે કેટેગરી 2માં અલગ અલગ ચૂંટણી પક્રિયા માં જોડાયેલ છે.તેવો માટે ફેસિલિટી સેન્ટર પ્રાંત કચેરી ઓફીસ 1 થી 6 તારીખ સુધી કાર્યરત કરવામાં આવ્યું છે.જેમાં આજ રોજ અલગ અલગ અધિકારીઓ આવી ને પોતાનું મતદાન કરી રહ્યા છે.ત્યારે આજે જિલ્લા વિકાસ અધિકારી ડી આર ડી અધિકારી,આર એસ સી,અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ પોતાનું મતદાન કર્યું છે.આવા 490 મતદારો જેવા કેટેગરી 2માં નોંધાયા છે.તે તમામ મતદારો 6 તારીખ સુધી તમામ મતદારો મતદાન કરી શકશે તેમ જણાવ્યું હતું
પાટણ વિધાનસભા માટે ચુંટણી મતદાનની કામગીરીની ફરજમાં મુકાયેલા 490 અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફને આજે તા. 1 થી તા. 6 મે સુધી પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. તથા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા અને ચૂંટણી કામગીરીમાં ફરજમાં મૂકાયેલા 39 અધિકારીઓ અને કર્મચારીઓ 2 થી 6 મે સુધી સવારે 9 થી 5 દરમ્યાન મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત ઈલેકશન ડયુટીમાં જોતરાયેલાઓ પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. આ માટે અહીં ચૂંટણી ફરજ પરનો અન્ય સ્ટાફ માટે મતદાન સુવિધા કેન્દ્ર અને આવશ્યક સેવાનાં મતદારો માટે પોસ્ટલ વોટીંગ સેન્ટર ઉભા કરાયા છે.
