નવી દિલ્હી, 06 એપ્રિલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, આજે (શનિવાર) તેના સ્થાપના દિવસ પર પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે. ભાજપે, તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર શુભેચ્છા સંદેશ જારી કર્યો છે.
ભાજપે કહ્યું છે કે, સ્થાપના દિવસ પર તમામ કાર્યકરોને હાર્દિક શુભેચ્છાઓ. પાર્ટીએ એક્સ-પોસ્ટમાં લખ્યું છે કે, અંત્યોદયના સિદ્ધાંતને આત્મસાત કરીને – સેવા જ સંગઠન ના મંત્ર પર હંમેશા આગળ વધનારા કરોડો કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર હાર્દિક અભિનંદન.
યાદ રહે કે, દેશને સક્ષમ રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે 06 એપ્રિલ, 1980ના રોજ નવી દિલ્હીના કોટલા મેદાનમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં ભાજપની રચના કરવામાં આવી હતી. અટલ બિહારી વાજપેયી તેના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેની સ્થાપના સાથે, ભાજપે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને જાહેર હિતના મુદ્દાઓ પર અવાજ ઉઠાવીને ભારતીય લોકશાહીમાં તેની મજબૂત ભાગીદારી નોંધાવી અને ભારતીય રાજકારણને નવા આયામો આપ્યા. દેશમાં વિકાસ આધારિત રાજનીતિનો પાયો નાખ્યો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર પ્રચંડ બહુમતી સાથે કેન્દ્રમાં હાજર છે.
