નવી દિલ્હી, 20 માર્ચ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડનું લોકપ્રિય કપલ છે. રણવીર અને દીપિકા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. થોડા દિવસો પહેલા તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ફેન્સને, આ ખુશખબર આપી હતી. રણવીર-દીપિકા નવા મહેમાનને આવકારવા માટે, ખૂબ જ ઉત્સાહિત છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,” પિતા બન્યા બાદ રણવીર કામમાંથી બ્રેક લેશે અને પિતૃત્વ રજા પર જશે.”
રિપોર્ટ અનુસાર, દીપિકાએ તેના તમામ વર્ક કમિટમેન્ટ્સ પૂર્ણ કરી લીધા છે પરંતુ રણવીર હાલમાં વ્યસ્ત છે, કારણ કે તેણે ઘણી ફિલ્મો સાઈન કરી છે. તેથી તેની પિતૃત્વ રજા પર જવાની કોઈ યોજના નહોતી. હવે રણવીર આ સમય દરમિયાન બ્રેક લેવાનું વિચારી રહ્યો છે. કારણ કે તે ‘ડોન 3’ અને ‘શક્તિમાન’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ દરમિયાન રણવીરે, કોઈ નવો પ્રોજેક્ટ નહીં કરવાનો નિર્ણય લીધો છે. જેથી તે દીપિકા અને બાળક સાથે, સમય વિતાવી શકે.
દીપિકા અને રણવીરે 2018 માં લગ્ન કર્યા, અને એક નવું જીવન શરૂ કર્યું. હવે લગ્નના 6 વર્ષ બાદ તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. દીપિકા સપ્ટેમ્બરમાં તેના પહેલા બાળકની અપેક્ષા રાખી રહી છે. ફેન્સ પણ ખુશ છે કે, દીપિકા-રણવીર પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે.
