– લાભ લેવા ઇચ્છુક અરજદારોએ, 30 એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરવી
નવસારી/અમદાવાદ,14 માર્ચ (હિ.સ.) વનબંઘુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2024-2025 માં કૃષિ વૈવિઘ્યકરણ યોજના હેઠળ પાત્રતા ઘરાવતા આદિજાતિ ખેડૂતોને પેડી(ડાંગર) રીંગણ ( 6 કિ.ગ્રા. 20 ગ્રામ) અને ભિંડા ( 2 કિ.ગ્રા)નાં બિયારણ પૈકી કોઇ એક બિયારણ તેમજ ખાતર ( 1- થેલી પ્રોમ=50 કિ.ગ્રા., 1 થેલી ડી.એ.પી. =50 કિ.ગ્રા. અને 1 બોટલ નેનો યુરીયા = 500 ml) ની કિટનું વિતરણ કરવામાં આવશે.
આ યોજના હેઠળ ૦ થી 20 બી.પી.એલ.સ્કોર ઘરાવતા યોજના હેઠળ ૫સંદગી પામનાર આદિજાતિ ખેડૂત કુટુંબ દીઠ એક જ કિટ મળવા પાત્ર થશે. જે આદિજાતિ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ www.dsagsahay.gujarat.gov.in ૫ર ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. અરજી કરવા માટે સંબઘીત VCE, ઇ-ગ્રામ કેન્દ્ર, ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર, સાયબર કાફે ઇન્ટરનેટ કનેકટિવીટી વાળા કોમ્પ્યુટર કે મોબાઇલ ફોન ૫રથી અરજી કરી શકાશે.
આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર આદિજાતિ ખેડૂતો હોવા જોઇએ. ૦ થી 20 બી.પી.એલ.સ્કોર ઘરાવતા ખેડૂત લાભાર્થીને પ્રાથમિકતા આ૫વામાં આવશે. FRA નાં લાભાર્થીઓ અરજી કરી શકશે. અરજદારએ રૂા.500/- (અંકે રૂપિયા પાંચસો પુરા) લોકફાળા પેટે જમા કરાવવાના રહેશે. યોજના હેઠળ માત્ર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. કોઇ૫ણ કચેરીએથી અરજી ફોર્મ વિતરણ કરવામાં આવનાર નથી. અરજદાર માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી 30 એપ્રિલ છે.
