જામનગર, 23 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો કોઈ વધારા કે ઘટાડા વગર 35 ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. મહત્તમ તાપમાન વધુ રહેતા બપોરે ગરમી અનુભવાઈ હતી.
જામનગરમાં હાલ ઠંડી અને ગરમીભરી બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. રાતથી લઈને વહેલી સવાર સુધી ગુલાબી ઠંડી, તો બપોરે ગરમી પડી રહી છે. જામનગરમાં મિશ્ર ઋતુ વચ્ચે દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ એમ છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો કોઈ વધારા કે ઘટાડા વગર ૩પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. મહત્તમ તાપમાન વધુ રહેતા બપોરે ગરમી યથાવત્ રહી હતી.
નગરમાં મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન રર.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ ઘટીને ૬પ ટકા રહ્યું હતં. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
—————
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt
