બોટાદ, જાણવા મળતી માહિતી મુજબ બોટાદ ના સબીહા હોસ્પિટલ પાછળ આવેલ ઈબ્રાહીમભાઈ કરીમભાઈ નાં ભંગાર નાં ડેલામાં પુઠા અને કોથળા ના ડેલા માં અગમ્ય કારણોસર રવિવાર ને વહેલી સવારે 3 વાગ્યાં ની આસ પાસ આગ લાગતા કોથળા, પૂઠા, કચરા માં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ ની જાણ બોટાદ ફાયર બ્રિગેડ કરતા રાજુભાઈ ધાધલ દ્વારા તાબડ તોડ બે ગાડીઓ રવાના કરી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગ ના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી હાલ આગ નું કારણ અંકબંધ છે.
