– બાળગોકુલમ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ વડોદરાના કર્મચારીઓ અને પદાધિકારીઓની શ્રેષ્ઠ કામગીરી
– બાળક રમતા રમતા ટ્રેનમાં બેસી ગયેલ અને વડોદરા રેલ્વે સ્ટેશન પર ઉતરી ગયો હતો
વડોદરા/અમદાવાદ,04 માર્ચ : વડોદરા રેલ્વે સ્ટેશન પર રેલ્વે પોલીસને એક 14 વર્ષનું બાળક મળી આવ્યું હતું .તપાસ દરમિયાન એ બાળક બિહારનું હોવાનું રેલ્વે પોલીસને જાણવા મળ્યું હતું. આ બાળક વડોદરા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા તથા વડોદરા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શંકર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ (બાલગોકુલમ) વડોદરાને સોંપણી કરવામાં આવી હતી.
વડોદરા રેલ્વે સ્ટેશન પર એક બાળક બિનવારસી આમ તેમ ફરી રહયું હતું. રેલ્વે પોલીસે એ આ બાળકની પૂછતાછ કરી તો બાળકોએ ફ્કત એટલું જણાવ્યું કે તે બિહારનો છે અને રેલ્વે સ્ટેશન પાસે રમતા રમતા ટ્રેનમાં ચઢી ગયો હતો. ટ્રેન આગળ નીકળી જતા તે વડોદરા ઉતરી ગયો હતો .રેલ્વે પોલીસે વડોદરા જિલ્લા બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી આ બાળકને ચિલ્ડ્રન હોમ ફોર બોયસ (બાલગોકુલમ) વડોદરા ખાતે સોંપણી કરી હતી.
ચિલ્ડ્રન હોમ ફોર બોયસના સુપ્રિટેન્ડેન્ટ ધ્રુમિલ દોશી જણાવે છે કે ગુરુવારે રાત્રે 14 વર્ષના એક બાળક વડોદરા રેલ્વે પોલિસને મળી આવેલ હતું અને તેની સોંપણી વડોદરા ચિલ્ડ્રન હોમે ફોર બોયસ સંસ્થામાં કરવામાં આવી હતી. પહલી નજરે આ બાળક ખુબજ ગભરાયેલી હાલતમાં લાગતું હતું જેથી ચિલ્ડ્રન હોમના સ્ટાફ ધ્વારા કાઉન્સેલિંગ કરતા તે બાળકે જણાવેલ કે તે સહનપુર ગનુંન,દરભંગા જિલ્લા ,બિહારનો રહેવાસી છે અને સુરત તેના માસાને ત્યાં અભ્યાસ અર્થે રહે છે. બાળક રમતા રમતા ટ્રેનમાં બેસી ગયેલ અને વડોદરા રેલ્વે સ્ટેશન પર ઉતરી ગયો હતો.
વડોદરા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા અને ચિલ્ડ્રન હોમની ટીમના સતત પ્રયાસથી બાળકનો વાલીવારસો માત્ર 12 કલાકમાં જ મળી ગયો હતો તેના વાલીને બોલાવી બાળકની સોંપણી કરી હતી. ગુમ થયેલ બાળક ત્રણ દિવસ બાદ તેના વાલી વારસોને મળતા બાળકના વાલીએ હેમખેમ પોતાનું બાળક મળતા તંત્રનો આભાર માન્યો હતો.
