સુરત, 5 ફેબ્રુઆરી : જીવન જ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમરોલીના અંતિમ વર્ષ ફાઇનાન્સ, માર્કેટિંગ અને એચઆરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ટુ કોર્પોરેટ હેઠળ નોકરીના ઇન્ટરવ્યુનું આયોજન કર્યું હતું જેમાં કુલ ૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જેમાં એસોટ સોલર પ્રાઇવેટ લિમિટેડ, જિયાન ઇન્ફોસોફ્ટ, પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (એનજે એચઆર નેસ્ટ), ડ્રીમ ચાઇલ્ડ લાઇફસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ, જીટીપીએલ, નેટસોલ આઇટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, પાર્ક 360 આઇટી પ્રાઇવેટ લિમિટેડ, એડી ટેક આઇટી એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ વિવિધ કંપની ઓએ કેમ્પસ ટુ કોર્પોરેટ પ્રોગ્રામના ભાગરૂપે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. ૩૦ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ માટે કંપનીઑ ધ્વારા પસંદગી કરવામાં આવેલ છે. સમગ્ર પ્લેસમેન્ટ પ્રક્રિયાનું સંચાલન આચાર્ય ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રો. સોયેબ મેમણ દ્વારા કરવામાં આવ્યું હતું. જીવન જ્યોત ટ્રસ્ટ અને સ્ટાફ પસંદગી પામેલા ઉમેદવારને કોર્પોરેટ જગતમાં તેમની ઉજ્જવળ કારકિર્દી માટે અભિનંદન પાઠવે છે.
