નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી : પૂનમ પાંડેના નિધનના સમાચારથી, તેના ચાહકો આઘાતમાં છે. આ દરમિયાન, અભિનેત્રીની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. જેમાં તે સફેદ બ્રાલેટમાં જોવા મળી રહી છે.
તેના મૃત્યુના માત્ર 3 દિવસ પહેલા, પૂનમ પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તે સફેદ બ્રાલેટ અને પેન્ટમાં જોવા મળી હતી. આ પોસ્ટમાં પૂનમ એક ક્રૂઝમાં જોવા મળી રહી છે. જેના કારણે લોકો તેના આગામી પ્રોજેક્ટ વિશે અનુમાન લગાવવા લાગ્યા છે. પૂનમ પાંડેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તે તેના સુરક્ષા કર્મચારીઓ સાથે ક્રુઝ પર જોવા મળે છે. હંમેશની જેમ, પૂનમ સફેદ બ્રાલેટમાં તેના ચાહકોને, પ્રભાવિત કરતી જોવા મળી હતી. જો કે, હવે જ્યારે તેના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે, ત્યારે પૂનમના ચાહકો તેની છેલ્લી પોસ્ટ પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
ચાહકોને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે કે, પૂનમ હવે આ દુનિયામાં નથી. આ પહેલા પણ પૂનમે, તેની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે આ જ બ્રાલેટ પહેરેલી જોવા મળી રહી છે. ફોટોને કેપ્શન આપતા પૂનમે લખ્યું કે, તે તેના મનપસંદ કપડાં અને તેના કપડાની ઝંઝટમાં ફસાઈ ગઈ છે. આ સંઘર્ષ વાસ્તવિક છે.
આ વાતનો ખુલાસો પૂનમ પાંડેના મેનેજરે કર્યો છે. તેણે કહ્યું કે,’ 1 ફેબ્રુઆરીની રાત્રે તેણીનું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ થયું હતું.’ પૂનમ પાંડેની ટીમે જણાવ્યું કે,’ પૂનમે તેના વતન કાનપુરમાં, અંતિમ શ્વાસ લીધા.’ પૂનમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નિવેદન શેર કરવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે, “આજની સવાર અમારા માટે મુશ્કેલ રહી. આપને જણાવતા અમને ખૂબ જ દુઃખ થાય છે કે, સર્વાઇકલ કેન્સરને કારણે, અમે અમારી પ્રિય પૂનમને ગુમાવી દીધી છે.’
