મુંબઈ, નવી દિલ્હી, 14 જાન્યુઆરી (હિ.સ.) રાજકીય વિશ્લેષક તહસીન પૂનાવાલાએ કોંગ્રેસમાંથી, મિલિંદ દેવડાના રાજીનામાને મહારાષ્ટ્ર કોંગ્રેસ અને મુંબઈ કોંગ્રેસ બંને માટે મોટું નુકસાન ગણાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે,” મહાવિકાસ અઘાડીના ઘણા નેતાઓ નજીકના ભવિષ્યમાં પાર્ટી છોડવાના છે. આ તમામ નેતાઓને ભાજપ અને સહયોગી પાર્ટીઓમાં પ્રવેશ આપવામાં આવશે.” મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે,” બે વખત લોકસભા ચૂંટણી હારી ગયેલા નેતાના જવાથી મહારાષ્ટ્ર અને મુંબઈમાં પાર્ટીને, કોઈ નુકસાન થશે નહીં.”
તહસીન પૂનાવાલાએ કહ્યું કે,” એક રાજકીય વિશ્લેષક તરીકે હું ઉદ્ધવ ઠાકરેને એક વાત કહેવા માંગુ છું કે, ખાસ કરીને સંજય રાઉતના નિવેદનોએ એમવીએ સરકાર અને ઈન્ડિયા એલાયન્સને સતત નુકસાન પહોંચાડ્યું છે. તેથી મને આશા છે કે, ઉદ્ધવ ઠાકરે સંજય રાઉત પર લગામ લગાવી શકે છે.” 2024માં દક્ષિણ મુંબઈ જીતવા માટે શ્રેષ્ઠ ઉમેદવાર કોણ છે – મિલિંદ દેવડા કે શિવસેના? તેનો જવાબ રાજકીય પંડિતો, પક્ષો અને મતદારો પાસે છે. હું મિલિંદને તેની સફર માટે શુભેચ્છા પાઠવું છું. તેમણે રાજીનામું આપીને શાલીનતા દાખવી છે, પરંતુ મને ખૂબ જ ખરાબ લાગે છે કે, તેમણે કોંગ્રેસ છોડી દીધી છે.”
મુંબઈ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે કહ્યું કે,” મિલિંદ દેવડા, કોંગ્રેસ પરિવારનો હિસ્સો હતા. તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમની સાથે વાત કરતી વખતે, મેં કહ્યું હતું કે, ચર્ચા દ્વારા ઉકેલ શોધી કાઢવામાં આવશે, પરંતુ આખરે તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો, તે પણ તે દિવસે જ્યારે રાહુલ ગાંધી તેમનો ભારત પ્રવાસ શરૂ કરી રહ્યા છે. જે ખૂબ જ ખેદજનક છે.”
હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર / સુનીત / માધવી
