નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ઓડિશા અને ઉત્તર પ્રદેશનો બે દિવસનો પ્રવાસ, આજે લખનૌમાં પૂર્ણ થશે. રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓ આજે લખનૌમાં બ્રહ્માકુમારીઓના 2025-26 માટે વાર્ષિક થીમ, વૈશ્વ એકતા ઔર ભરોષે કે લીએ ધ્યાન ના લોન્ચ સમારોહમાં હાજરી આપશે.
પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ત્યારબાદ ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સના ડાયમંડ જ્યુબિલી ઉજવણીના સમાપન સમારોહમાં હાજરી આપશે. તેઓ તેના 19મા રાષ્ટ્રીય સમારોહને પણ સંબોધિત કરશે. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, તેમની મુલાકાતના પહેલા દિવસે, રાષ્ટ્રપતિએ ભુવનેશ્વરમાં ઓડિશા વિધાનસભાના સભ્યોને સંબોધન કર્યું હતું.
તેમણે 2036 સુધીમાં સમૃદ્ધ ઓડિશા બનાવવા માટે તમામ હિસ્સેદારોને સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. મુર્મુએ જણાવ્યું હતું કે, 2047 સુધીમાં ભારતના વિકાસમાં ઓડિશા સૌથી મોટો ફાળો આપશે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, નાગરિકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવી, તેમના સપનાઓને સાકાર કરવા અને તેમના ચહેરા પર સ્મિત લાવવાનું જનપ્રતિનિધિઓનું કર્તવ્ય છે.
રાષ્ટ્રપતિની ઓડિશા વિધાનસભાની મુલાકાતે ભૂતકાળની યાદો પાછી લાવી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઘણા વર્ષો પછી, તેમને આ સ્થળની યાદ આવી, જ્યાં તેમણે ધારાસભ્ય તરીકે આ ગૃહમાં અસંખ્ય પ્રશ્નો પૂછ્યા હતા અને મંત્રી તરીકે ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઓડિશાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ભૂમિએ ચંદ્રશોકનું ધર્મશોકમાં રૂપાંતર જોયું. ઓડિશાના આદિવાસી સમુદાયોએ વિદેશી શાસન સામે લડીને દેશમાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
