
અમદાવાદ,11 જાન્યુઆરી (હિ.સ.) દર વર્ષની જેમ આ વર્ષે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈવેન્ટ ગાર્ડન અને ફલાવર ગાર્ડન ખાતે 25 ડિસેમ્બર થી શરૂ થયેલ અમદાવાદના 11માં ફ્લાવર શોને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રકચર માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ અગાઉ વર્ષ 2014ના વર્ષમાં ચીને 166.15 મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રચકર બનાવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ હતુ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 11મા ફલાવર શોમાં વિશ્વમાં સૌથી વધુ 221 મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રકચર બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી જતાં પહેલા અમદાવાદના ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી અમદાવાદનો ફ્લાવર શો નો ડંકો આખા વિશ્વમાં વાગ્યો છે. અમદાવાદના 11માં ફ્લાવર શોને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રકચર માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ પહેલા વર્ષ 2014માં ચાઇનાના નામે 166 મીટરનો રેકોર્ડ હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 221 મીટર ફ્લાવર સ્ટ્ર્ક્ચર બનાવી ચાઇનાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈવેન્ટ ગાર્ડન અને ફલાવર ગાર્ડન ખાતે 11મા ફલાવરશોનો આરંભ કરવામાં આવ્યો છે. આ ફલાવરશોમાં 15 લાખથી વધુ ફુલ-છોડના રોપા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. 30થી વધુ એકઝોટિક એટલે કે વિદેશી જાતના ફુલો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 11મા ફલાવર શોમાં વિશ્વમાં સૌથી વધુ 221 મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રકચર બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. મ્યુનિ.ના આ ફલાવર સ્ટ્કચરને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન આપવામાં આવ્યુ છે. આ અગાઉ વર્ષ 2014ના વર્ષમાં ચીને 166.15 મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રચકર બનાવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ હતુ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 74 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત મ્યુનિ.તંત્રની કોઈ બાબતને ધ્યાનમાં લઈ ગીનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન આપવામાં આવ્યુ છે. ગીનીસ બુકની એક ટીમ અમદાવાદ પહોંચી હતી. જયાં મેયર પ્રતિભા જૈન, મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસન સહિત અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિશ્વના સૌથી ઉંચાઈ ધરાવતા ફલાવર સ્ટ્રકચર માટે સર્ટિફિકેટ આપવામા આવ્યુ હતુ.
આ ફ્લાવર શો 30 ડિસેમ્બર, 2023થી શરુ કરવામાં આવ્યો હતો. આ ફલાવરશોને 11 દિવસમાં 7.60 લાખથી વધુ લોકોએ જોયો છે. કુલ 5.7 લાખ ટિકીટ સાથે 12 વર્ષથી નીચેના 2.53 લાખ બાળકોએ અત્યાર સુધીમાં ફલાવર શો નિહાળ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/
