
દેહરાદૂન, નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિ.સ.) એસડીઆરએફ એ ગુરુવારે સવારે પાવર હાઉસ નજીકની નહેરમાંથી તાજેતરમાં ચીલા વાહન અકસ્માતમાં ગુમ થયેલી મહિલા વન્યજીવ વોર્ડનનો મૃતદેહ મેળવ્યો હતો. ચેલા અકસ્માતમાં મૃત્યુઆંક હવે 5 પર પહોંચ્યો છે.
સોમવારે ચીલા રેન્જમાં સર્જાયેલા અકસ્માતમાં ચાર વન અધિકારીઓના મોત થયા હતા, જ્યારે મહિલા વાઇલ્ડલાઇફ વોર્ડન ચીલા, આલોકી અકસ્માત બાદ ગુમ થયા હતા. મહિલા અધિકારીની શોધમાં એસડીઆરએફ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગુરુવારે વહેલી સવારે, ટીમે ચીલા પાવર હાઉસ પાસેની નહેરમાંથી લાશ બહાર કાઢી હતી.
ઘટનાસ્થળે હાજર ઈન્સ્પેક્ટર કવિન્દ્ર સજવાને જણાવ્યું કે, મળી આવેલ શબની ઓળખ આ ઘટનામાં ગુમ થયેલી મહિલા અધિકારીની તરીકે થઈ છે. લાશને જિલ્લા પોલીસને સોંપવામાં આવી છે.
નોંધનીય છે કે, સોમવારે રાજાજી પાર્કની ચીલા રેન્જમાં ટ્રાયલ માટે બોલાવવામાં આવેલા ઇલેક્ટ્રિક વાહનને અકસ્માત નડતાં એક મહિલા અધિકારી કેનાલમાં તણાઈ ગઈ હતી. આ અકસ્માતમાં વન વિભાગના ચાર જવાનોના મોત થયા હતા જ્યારે પાંચ ઘાયલ થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર/રાજેશ /સંજીવ / ડો. હિતેશ
