કોલંબો, નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.) ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણી માટે શ્રીલંકાની ટીમની, મંગળવારે જાહેરાત કરવામાં આવી છે. અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝની, ટીમમાં વાપસી થઈ છે. મેથ્યુસ લગભગ ત્રણ વર્ષમાં તેની પ્રથમ ટી-20 ઈન્ટરનેશનલ રમવા માટે તૈયાર છે. કેપ્ટન તરીકે વાનિન્દુ હસરંગાની, આ પ્રથમ શ્રેણી હશે.
આ સિવાય બેટ્સમેન કુસલ પરેરા અને ધનંજય ડી સિલ્વા પણ ટીમમાં છે, જેઓ વર્તમાન વનડે માટે ટીમમાં નથી. તેની સાથે સ્પિનર અકિલા ધનંજય, રાઉન્ડ આર્મ સીમ બોલર નુવાન તુશારા અને બેટિંગ ઓલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસ પણ ટીમમાં છે.
આ ટીમમાંથી બહાર કરાયેલા ખેલાડીઓમાં, ઓપનિંગ બેટ્સમેન અવિશકા ફર્નાન્ડો અને ટોચના ક્રમના બેટ્સમેન નુવાનીદુ ફર્નાન્ડો અને ઝેનિથ લિયાનાજનો સમાવેશ થાય છે. જેઓ ઝિમ્બાબ્વે સામેની બીજી વનડેમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતા.
આ સિવાય ઓલરાઉન્ડર ડ્યુનિથ વેલાલાગે, ફાસ્ટ બોલર પ્રમોદ મદુશન અને લેગ સ્પિનર જેફરી વેન્ડરસે પણ, ટીમમાં નથી. ગયા અઠવાડિયે શંકાસ્પદ ડેન્ગ્યુ સાથે હોસ્પિટલમાં દાખલ થયા બાદ, પથુમ નિસાન્કાને ફિટનેસના આધારે નામ આપવામાં આવ્યું છે.
આ ત્રણ ટી-20 મેચો આ વર્ષના અંતમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે શ્રીલંકાની સઘન તૈયારીને ચિહ્નિત કરશે. શ્રીલંકાએ 2023માં માત્ર સાત ટી-20 મેચ રમી હતી.
ત્રણેય ટી-20 મેચ 14, 16 અને 18 જાન્યુઆરીએ કેટ્ટરામા ખાતે રમાશે.
શ્રીલંકાની ટીમ આ પ્રમાણે છે: વાનિન્દુ હસરાંગા (કેપ્ટન), ચરિથ અસલાંકા, કુસલ મેન્ડિસ, સદિરા સમરવિક્રમા, કુસલ પરેરા, એન્જેલો મેથ્યુસ, દાસુન શનાકા, ધનંજય ડી સિલ્વા, કામિંડુ મેન્ડિસ, પથુમ નિસાંકા, મહિષ થીક્ષાના, દુશ્મંથા ચમીરા, દિલશાન માંદુશંકા, મથીશા પથિરાના, નુવાન તુષારા, અકિલા ધનંજય.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
