નવી દિલ્હી, 12 ડિસેમ્બર (હિં.સ.) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની ખેલાડીઓની હરાજી માટે, ખેલાડીઓની હરાજી યાદી બહાર પાડવામાં આવી છે. 19 ડિસેમ્બર 2023ના રોજ, દુબઈમાં યોજાનારી હરાજીમાં 333 ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
333 ખેલાડીઓમાંથી 214 ભારતીય, અને 119 વિદેશી ખેલાડીઓ છે. જેમાંથી 2 સહયોગી દેશોના છે. કુલ કેપ્ડ ખેલાડીઓ 116 છે. અનકેપ્ડ ખેલાડીઓ 215 છે અને 2 એસોસિયેટ દેશોના છે. હવે વિદેશી ખેલાડીઓ માટે, વધુમાં વધુ 77 સ્લોટ અને 30 જેટલા સ્લોટ ઉપલબ્ધ છે.
રૂ. 2 કરોડ એ સર્વોચ્ચ અનામત કિંમત છે. જેમાં 23 ખેલાડીઓ સર્વોચ્ચ બ્રેકેટમાં છે. હરાજીની યાદીમાં 13 ખેલાડીઓ છે, જેની મૂળ કિંમત 1.5 કરોડ રૂપિયા છે.
હરાજી કેપ્ડ ખેલાડીઓ સાથે શરૂ થશે, બેટ્સમેનથી શરૂઆત થશે. ત્યારબાદ સૂચિબદ્ધ ક્રમમાં, ઓલરાઉન્ડર, વિકેટકીપર્સ, ઝડપી બોલરો અને સ્પિનરો આવશે. અનકેપ્ડ ખેલાડીઓ માટે પણ, આ જ ક્રમ અનુસરવામાં આવશે.
કેપ્ડ બેટ્સમેનોના પ્રથમ સેટમાં, ઇંગ્લેન્ડના હેરી બ્રુકનો પણ સમાવેશ થાય છે. જે છેલ્લી હરાજીમાં ખરીદવામાં આવેલા પાંચ સૌથી મોંઘા ખેલાડીઓમાંથી ત્રણ હતા. ત્રણ ટીમો તેના માટે આક્રમક રીતે રમ્યા પછી, સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 13.25 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો. જોકે તેણે 11 ઇનિંગ્સમાં માત્ર 190 રન બનાવ્યા હતા, જેમાંથી એક સદી હતી, પરંતુ બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો.
છેલ્લી સીઝનની રનર્સ-અપ ગુજરાત ટાઇટન્સ રૂ. 38.15 કરોડના સૌથી મોટા, પર્સ સાથે હરાજીમાં આવી રહી છે. જેમાંથી રૂ. 15 કરોડ રોકડ સોદા દ્વારા આવ્યા છે. જેના કારણે તેમનો કેપ્ટન હાર્દિક પંડ્યા, મુંબઈ ઇન્ડિયન્સમાં ગયો હતો. આ પછી તેણે છેલ્લી સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી, શુભમન ગિલને નવો કેપ્ટન બનાવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (34 કરોડ) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (32.7 કરોડ) બીજા અને ત્રીજા સૌથી મોટા પર્સ સાથે આવશે.
હરાજી, જે પ્રથમ વખત વિદેશમાં યોજાઈ રહી છે, તે બપોરે 2.30 વાગ્યે (સ્થાનિક બપોરે 1 વાગ્યે) શરૂ થશે. આ કાર્યક્રમમાં પ્રથમ વખત લાઈવ ઓડિયન્સ પણ સામેલ થશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
