આઈઝોલ, નવી દિલ્હી, 07 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્ર સરકારે મિઝોરમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 6 ના, સૈરંગ-ફાઈબાક સેક્શન પર 2.1 કિલોમીટર લાંબા રસ્તા સાથે 2.5 કિલોમીટર લાંબી, ટ્વીન ટ્યુબ યુનિડાયરેક્શનલ આઈઝોલ બાયપાસ ટનલ માટે રૂ. 1313.28 કરોડ મંજૂર કર્યા છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ, સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, “કુલ 4.60 કિમીની લંબાઈ ધરાવતો આ પ્રોજેક્ટ, આઈઝોલ જિલ્લામાં પેકેજ-2 હેઠળ આવે છે. પ્રાથમિક ઉદ્દેશ્યોમાં એનએચ-6 પર આઇઝોલ શહેરની અંદર ટ્રાફિકની ભીડ ઘટાડવા, શહેરની મર્યાદામાં માર્ગ સલામતી વધારવી, ભારે બિલ્ટ-અપ વિસ્તારોને બાયપાસ કરવા વગેરેનો સમાવેશ થાય છે.
મંત્રીએ કહ્યું, “આ પહેલનો ઉદ્દેશ્ય, શહેર સંબંધિત અડચણોથી મુક્ત અવિરત ટ્રાફિક પ્રવાહ સુનિશ્ચિત કરવાનો છે. જેના કારણે આખરે સૈરંગથી ફાઈબાક વચ્ચેનું અંતર, 22 કિલોમીટર ઓછું થઈ જશે અને મુસાફરીનો સમય 1.5 કલાક ઓછો થઈ જશે.”
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સુનીત / માધવી
