મોડાસા, 7 જાન્યુઆરી(હિ. સ.)ગુજરાત સરકાર શ્રી દ્વારા દર્શાવેલ વ્યવસાયિક શિક્ષણની રૂપરેખા અંતર્ગત શામળાજીના પોલીસ સ્ટેશન, શામળાજી બેંક, શામળાજી પોસ્ટ ઓફિસ, શામળાજી સિવિલ હોસ્પિટલ, વેલ્ડીંગ વર્કસ ની દુકાન, ટેલરની દુકાન વગેરે સ્થળોએ ની મુલાકાત લઇ વ્યવસાયિક શિક્ષણ કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
આ દિવસે બાળકોએ ભાર વિનાનું ભણતર એટલે કે, બેગ લેસ સ્ટડી દ્વારા પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વ્યવસાયિક શિક્ષણ મેળવ્યું હતું. શાળાના આચાર્ય મૌલિકભાઈ પટેલ તેમજ અન્ય શિક્ષક મિત્રો બાળકોને સાથ આપી જરૂરી હકારાત્મક અભિગમ કેળવાય તે માટે પ્રયાસો કર્યા હતા. ઉપરોક્ત મુલાકાત દરમિયાન બાળકોની ચા નાસ્તા અને જમવાની પણ વ્યવસ્થા કરી હતી.
.હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/માધવી
