નવી દિલ્હી, 3 જાન્યુઆરી (હિ. સ.) ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારોમાં પરફેક્શનિસ્ટ, આમિર ખાનનું નામ પણ આવે છે. આમિર ખાને સ્વર્ગસ્થ અભિનેતાના ઘરે જઈને, સાયરા બાનુ સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. આ દરમિયાન આમિર ખાન, સાયરા બાનુના પગ પાસે જમીન પર બેઠેલો જોવા મળ્યો હતો. આમિરની સાદગીના, સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે.
આમિર ખાન દિલીપ કુમારનો મોટો ફેન છે. આજે દિલીપ કુમાર, આ દુનિયામાં નથી, પરંતુ કલાકાર તેમની યાદોને તાજી કરવા માટે અવારનવાર સાયરા બાનુના ઘરે જાય છે. નવા વર્ષને આવકારવા આમિર ખાન પણ, દિલીપ કુમારના ઘરે પહોંચ્યો હતો. આ સમયે તેની માતા, બહેન અને પૂર્વ પત્ની કિરણ રાવ પણ તેની સાથે હતી. સાયરા બાનુએ પોતે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે આમિર ખાનના પણ ખૂબ વખાણ કર્યા છે. તે કહે છે, ‘દિલીપ કુમારના મૃત્યુ પછી આમિર ખાને તેને દરેક રીતે સપોર્ટ કર્યો. આમિર ખાને, દિલીપ કુમારની આત્મકથા ‘ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો’ની તૈયારીમાં પણ, સાથ આપ્યો હતો. આ જ આમિર ખાનને ગ્લેમરની દુનિયાથી દૂર અદ્વિતીય બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, આમિર ખાનની દીકરી આયરા ખાનના આજે લગ્ન છે. તે તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે, રજિસ્ટર્ડ મેરેજ કરવા જઈ રહી છે. જેના કારણે આમિર ખાન છેલ્લા કેટલાક દિવસોથી, હેડલાઇન્સમાં છે. દરમિયાન, તેના નવા વર્ષની ઉજવણીનો આ ફોટો, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ‘આમિર ખૂબ જ સારો વ્યક્તિ છે. એક ચાહકે કમેન્ટ કરી કે, ‘તે મોટા માણસના પગ પાસે બેસીને આદર બતાવી રહ્યો છે, જે પ્રશંસનીય છે.’
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
