નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ. સ.) ઈશાન ખટ્ટરની ‘પીપ્પા’ એમેઝોન પ્રાઇમ પર, 10મી નવેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં જૂના ગીતને રિક્રિએટ કરવામાં આવ્યું છે. આ ગીત પ્રખ્યાત બંગાળી કવિ કાઝી નઝરુલ ઈસ્લામના, લોકપ્રિય દેશભક્તિ ગીત કરાર ઓઈ લુહો કોપટ પર આધારિત છે. એઆર રહેમાને રિક્રિએટ કરેલા આ ગીતને, સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ આ ગીતથી વિવાદ શરૂ થયો છે.
આ વિવાદ અંગે નિર્માતાઓએ સ્પષ્ટતા કરી છે.
-વિવાદ શું છે?
મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાને, આ ફેમસ ગીતને ફિલ્મમાં નવા રૂપમાં રજૂ કર્યું છે, પરંતુ થોડા દિવસો પહેલા, તેના પર વિવાદ શરૂ થયો હતો. કવિ કાઝી નઝરુલ ઇસ્લામના પૌત્ર ચિત્રકાર કાઝી અનિર્બાને દાવો કર્યો હતો કે, પરિવારે નિર્માતાઓને ગીતના શબ્દોનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી, પરંતુ સૂર અને લય બદલવાની નહોતી.
નિર્માતાઓએ આ વિવાદ અંગે સ્પષ્ટતા કરી હતી-
એક નિવેદનમાં, આરેસવીપી અને રોય કપૂર ફિલ્મ્સ દ્વારા, નિર્મિત ‘પિપ્પા’ ની પાછળની ટીમે જણાવ્યું હતું કે, “ટીમ, ગીતની મૂળ રચના, કવિ ઇસ્લામ અને સંગીત, રાજકીય અને સામાજિક દ્રશ્યમાં, તેમના પુષ્કળ યોગદાનને ખૂબ માન આપે છે.” ટીમે એમ પણ કહ્યું કે,” આ ગીત બાંગ્લાદેશની મુક્તિ સંગ્રામમાં ભાગ લેનારા લોકોને, શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવ્યું હતું.”
‘કરાર ઓય લુહો કોપટ’ ગીત પર, ચાલી રહેલા વિવાદને પગલે, ફિલ્મ ‘પિપ્પા’ના નિર્માતા, દિગ્દર્શક અને સંગીતકારે સ્પષ્ટતા કરી છે કે, પ્રસ્તુત ગીત એક પ્રામાણિક કલાત્મક અર્થઘટન છે. કાઝી નઝરુલ ઇસ્લામે, તેમના સંબંધીઓ પાસેથી આ અંગે સત્તા મેળવ્યા પછી તેની રચના કરવામાં આવી હતી. અમે મૂળ સામગ્રી સાથે પ્રેક્ષકોના ભાવનાત્મક જોડાણને સમજીએ છીએ. પરંતુ અમારા આ ગીત થી કોઈની ભાવનાને, કે લાગણીઓને ઠેસ પહોંચી હોય તો, અમે ઈમાનદારીથી માંફી માંગીએ છીએ.”
દરમિયાન, આ ગીત સૌપ્રથમ 1922માં ‘બંગલાર કથા’ (બંગલ કી કહાનિયાં) મેગેઝિનમાં પ્રકાશિત થયું હતું. બાદમાં કવિ ઇસ્લામના પુસ્તક, ‘ભાંગર ગાન’માં તેનો સમાવેશ કરવામાં આવ્યો. તે સૌપ્રથમ 1949માં પ્રખ્યાત મ્યુઝિક કંપની દ્વારા અને ફરીથી 1952માં, બીજી કંપની દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સંજીવ / માધવી
