નવી દિલ્હી, 01 જાન્યુઆરી (હિ.સ.) વર્ષ 2024માં જારી થનારી સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની તારીખ, જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, રોકાણકારોને પ્રથમ વખત સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની તક મળશે. 2023-24ની આગામી શ્રેણી 12 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેમાં 16 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકાશે.
ભારત સરકાર આ કેન્દ્રીય યોજના હેઠળ રોકાણ કરાયેલા નાણાંની સુરક્ષાની ખાતરી આપે છે. તે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા સંચાલિત છે. આ યોજના હેઠળ, ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદી શકાય છે. જ્યારે વ્યક્તિગત રોકાણકારોને વધુમાં વધુ ચાર કિલોગ્રામ સોનું ખરીદવાની છૂટ છે. આ યોજના હેઠળ હિન્દુ અવિભાજિત પરિવારો (એચયુએફ) અને ટ્રસ્ટ વધુમાં વધુ 20 કિલો સોનાનું રોકાણ કરી શકે છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ પાકતી મુદત આઠ વર્ષ છે. જો કે, રોકાણકારો પાંચ વર્ષ પૂરા થયા પછી પણ તેમના પૈસા ઉપાડી શકે છે. આ યોજના હેઠળ રોકાણકારોને 2.50 ટકા વ્યાજ પણ આપવામાં આવે છે. જે સીધા તેમના ખાતામાં જાય છે. આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી. સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રથમ સ્કીમ 2023ના અંતમાં જ પરિપક્વ થઈ હતી. જેમાં રોકાણકારોને અઢી ગણાથી વધુ નફો મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા / મુકુંદ / માધવી
