નવી દિલ્હી, 28 ડિસેમ્બર (હિ. સ.) બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્ટ’ એટલે કે, એક્ટર આમિર ખાનની લાડકી દીકરી ઈરા ખાન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. ઇરા ખાન ફિટનેસ ટ્રેનર નુપુર શિખરે સાથે, લગ્ન કરશે. તેમના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ઘણા કલાકારો તેમાં હાજરી આપશે.
મળતી માહિતી મુજબ, ઈરા ખાન અને નુપુર શિખર આવતા નવા વર્ષમાં એટલે કે 3 જાન્યુઆરી 2024ના રોજ, સાત ફેરા લેશે. દરમિયાન તેમની કેલવન સેરેમની શરૂ થઈ ગઈ છે. કેલવન સમારોહ પરંપરાગત મહારાષ્ટ્રીયન લગ્નોમાં થાય છે.
ખાન અને શિખર બંને પરિવાર, ઇરા અને નુપુરના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. બંનેના ઘરે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને વિવિધ પ્રકારની ઈવેન્ટ્સના આયોજન થઈ રહ્યા છે. ઇરા અને નુપુરની નજીકની મિત્ર, અભિનેત્રી મિથિલા પાલકરે, તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી છે. આ કાર્યક્રમમાં આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ અને તેનો પુત્ર આઝાદ રાવ ખાન પણ હાજર જોવા મળ્યો હતો.
અભિનેત્રીની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, ઇરા અને તેનો પરિવાર કેળાના પાન પર પરંપરાગત મહારાષ્ટ્રીયન ભોજનનો આનંદ માણતા જોવા મળે છે. આમાંથી એક વીડિયોમાં ઇરા કહે છે, મિત્રો, મહારાષ્ટ્રીયન પરિવારમાં એક પુત્ર સાથે લગ્ન કરો અને કેલવવાનાનો આનંદ માણો.
આ કાર્યક્રમમાં ઘણા કલાકારોએ પણ ભાગ લીધો હતો. જો કે આ દિવસે આમિર ખાન ક્યાંય જોવા મળ્યો ન હતો. જોકે તેણે દીકરી ઈરાના લગ્ન વિશે ખુલીને વાત કરી હતી. આ વિશે વાત કરતાં આમિર ખાને કહ્યું કે,” હું આ સમયે પણ ખૂબ જ ઈમોશનલ છું. હું તેના લગ્નના દિવસે ખૂબ રડીશ, તે ચોક્કસ છે. મારા ઘરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તે દિવસે આમિરનું ધ્યાન રાખજો, કારણ કે હું ખૂબ જ લાગણીશીલ છું. હું મારા હાસ્ય અને આંસુ પર કાબૂ રાખી શકતો નથી.”
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
