નવી દિલ્હી, 28 ડિસેમ્બર (હિ. સ.) દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 702 નવા કેસ નોંધાયા છે અને તેના કારણે 6 દર્દીઓના મોત થયા છે. ગુરુવારે આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, હાલમાં દેશમાં 4150 સક્રિય કેસ છે. 692 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં કોરોનાના 9 નવા કેસ નોંધાયા છે અને એકનું મોત થયું છે. કેરળમાં 358 નવા કેસ નોંધાયા છે અને એક મૃત્યુ થયું છે. ગોવામાં 16 નવા કેસ નોંધાયા છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / દધીબલ / ડો. હિતેશ /માધવી
