લદ્દાખ, નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.) લેહ અને લદ્દાખમાં આજે સવારે ફરી એકવાર, ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ એક્સ પર આ ભૂસ્તરશાસ્ત્રીય વિક્ષેપની વિગતો અપલોડ કરી છે. આ મુજબ લદ્દાખ અને લેહમાં સવારે 4.33 વાગ્યે 4.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું. હાલ ભૂકંપના કારણે, કોઈ નુકસાનની માહિતી નથી.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન / મુકુંદ / માધવી
