નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.) એનએચપીસી લિમિટેડ, ભારતની અગ્રણી હાઇડ્રોપાવર કંપનીએ, પીઆરએસઆઈ નેશનલ એવોર્ડ્સ 2023’ની ‘વાર્ષિક રિપોર્ટ’ શ્રેણી હેઠળ બીજું ઇનામ જીત્યું છે.
25 થી 27 નવેમ્બર 2023 દરમિયાન નવી દિલ્હીમાં પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા (પીઆરએસઆઈ) દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ પબ્લિક રિલેશન્સ ફેસ્ટિવલ દરમિયાન આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ એવોર્ડ એનએચપીસી ના વાર્ષિક અહેવાલ 2022-23 મુજબ કાર્ય યોજનાની એકંદર ઉચ્ચ-ગુણવત્તા, પ્રદર્શન અને શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / બિરંચિ સિંહ / દધીબલ / ડો. હિતેશ/માધવી
