નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ. સ.) લોકપ્રિય ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક, હાલમાં હેડલાઈન્સમાં છે. થોડા મહિના પહેલા તેણે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. રૂબીનાએ તેના ચાહકો સાથે સમાચાર શેર કર્યા હતા કે, તે જોડિયા બાળકોને જન્મ આપશે. હવે તાજેતરમાં સમાચાર સામે આવ્યા છે કે, તેણે જોડિયા છોકરીઓને જન્મ આપ્યો છે.
રૂબીના સોશિયલ મીડિયા પર, વિવિધ તસવીરો અને વીડિયો શેર કરીને તેના ફેન્સને અપડેટ કરતી રહે છે. થોડા મહિના પહેલા રૂબીનાએ સોશિયલ મીડિયા પર કેટલીક બેબી બમ્પ તસવીરો પણ, શેર કરી હતી. હવે એવી ચર્ચા છે કે રૂબીના અને અભિમન્યુ માતા-પિતા બની ગયા છે. રૂબીનાના ટ્રેનરે આ સારા સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, પરંતુ થોડા સમય પછી આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. જો કે, રૂબીના કે અભિનવ શુક્લાએ, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
રૂબીનાના ટ્રેઈનરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, રૂબીના સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શન પણ આપ્યું હતું કે, જોડિયા છોકરીઓ માટે રૂબીનાને અભિનંદન. જોકે થોડા સમય બાદ આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. આ પોસ્ટ પછી ઘણા ચાહકોએ, રૂબીનાને અભિનંદન પાઠવ્યા છે, કેટલાક ચાહકોએ આ ખુશખબર છુપાવવા પર નારાજગી પણ વ્યક્ત કરી છે.
રૂબીનાના કામની વાત કરીએ તો, સીરિયલ ‘છોટી બહુ’એ રૂબીનાને દરેક ઘરમાં જાણીતી બનાવી હતી. આ સિરિયલમાં તેણે એક આદર્શ પુત્રવધૂની ભૂમિકા ભજવી હતી. રૂબીનાએ હિન્દી બિગ બોસમાં, ભાગ લીધો હતો. બિગ બોસમાં ચાહકોને તેનો એક અલગ અવતાર જોવા મળ્યો. તેણીએ શક્તિ અને ઝલક દિખલા જા કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
