
નવી દિલ્હી, 07 ડિસેમ્બર (હિ.સ.) રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓના નામ પર ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક ગુરુવારે શરૂ થઈ છે. સંસદના બાલયોગી સભાગૃહમાં આયોજિત બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, નીતિન ગડકરી, જિતેન્દ્ર સિંહ અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ત્રણેય રાજ્યોમાં ઐતિહાસિક જીત બદલ, વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની જીત પર સાંસદોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. આ માટે નિરીક્ષકોની પસંદગી કરવામાં આવશે, જેઓ આ રાજ્યોમાં ધારાસભ્ય દળની બેઠકો સાથે સંકલન કરશે.
હિન્દુસ્થાન સમાચાર/વિજયલક્ષ્મી/સંજીવ / માધવી
