નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.) માર્કેટ કંટ્રોલર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ, ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સ (જીડીઆર) જારી કરવામાં, છેડછાડના કેસમાં અરુણ પંચારિયાને રૂ. 26.25 કરોડની ડિમાન્ડ નોટિસ મોકલી છે. તેની નોટિસમાં, સેબીએ અરુણ પંચારિયાને 15 દિવસમાં ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે અને જો ચુકવણી નહીં કરવામાં આવે તો, સ્થાવર તથા જંગમ મિલકતને જપ્ત કરવાની, અને ધરપકડ કરવાની ચેતવણી પણ આપી છે.
આ વર્ષે જુલાઈ મહિનામાં જ સેબીએ હિરન ઓર્ગેનોકેમની ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ જારી કરવામાં છેડછાડ કરવા બદલ પંચારિયા પર 25 કરોડ અને મુકેશ ચૌધરી પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, પરંતુ અરુણ પંચારિયા આ દંડ ભરવામાં અસમર્થ રહ્યા હતા. આ પછી હવે સેબીએ અરુણ પંચારિયાને, 15 દિવસમાં 26.25 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ-લિસ્ટેડ હીરન ઓર્ગોકેમ એ, મે 2010માં એક કરોડ ડોલર ની કિંમતની 15.38 લાખ વૈશ્વિક ડિપોઝિટરી રસીદો જારી કરી હતી, જેનું મૂલ્ય કંપનીના 4.61 કરોડ શેર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. મતલબ, મે 2010માં, 4.61 કરોડ અન્ડરલાઇંગ ઇક્વિટી શેરના બદલામાં એક કરોડ ડોલર ની કિંમતની 15.38 લાખ વૈશ્વિક ડિપોઝિટરી રસીદો,, જારી કરવામાં આવી હતી. આ કેસમાં હેરાફેરીના આક્ષેપો થયા બાદ સેબીએ તેની તપાસ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સ જારી કરવાના દરેક તબક્કામાં અરુણ પંચારિયા મુખ્ય ભૂમિકા ભજવતો હતો.
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, આ કેસમાં લોન લઈને છેતરપિંડી કરીને ગ્લોબલ ડિપોઝીટની રસીદ મેળવી હતી. આ પછી, વૈશ્વિક થાપણ રસીદને શેરમાં રૂપાંતરિત કરવામાં આવી હતી અને લોન ચૂકવ્યા વિના વેચી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે મુકેશ ચૌરડિયા પણ પક્ષકાર હતા. તેથી સેબીએ તેના પર 20 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. સેબીનો આરોપ છે કે, અરુણ પંચારિયા અને મુકેશ ચૌરડિયા એ, પ્રોહિબિશન ઓફ ફ્રોડલેન્ટ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ રૂલ્સ (પીએફયુટીપી)ના પ્રતિબંધમાં આપવામાં આવેલી જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા / સુનીત / ડો. હિતેશ / માધવી
