રાયપુર, નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 શ્રેણીની ચોથી મેચ, 1 ડિસેમ્બરે રાજધાની રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે. મેચની ટિકિટોનુ, ઓનલાઈન બુકિંગ ચાલુ છે. ઑફલાઇન ટિકિટોનું વેચાણ આજે મંગળવારથી સવારે 11 વાગ્યાથી શરૂ થશે. જેમાં વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં ટિકિટ મળશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ માટે વિદ્યાર્થીઓને, 1000 રૂપિયામાં ટિકિટ આપવામાં આવશે. તેનું વેચાણ આજે સવારે 11 વાગ્યાથી (ટિકિટના અંત સુધી) સરદાર બલબીર સિંહ જુનેજા ઇન્ડોર સ્ટેડિયમ, બુઢાપારા, રાયપુર ખાતે ઑફલાઇન ઉપલબ્ધ થશે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાનું ઓળખ પત્ર બતાવવું પડશે અને કાઉન્ટર પર ઓળખ કાર્ડની ફોટોકોપી પણ, જમા કરાવવી પડશે. ત્યારબાદ જ તેમને ટિકિટ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / ગેવેન્દ્ર / માધવી
