
અમદાવાદ, 19 નવેમ્બર(હિ. સ.)-લીંબડી-બગોદરા હાઇવે પર જનશાળી ગામના પાટીયા પર રોડ પર ઉભેલા લોકોને કાર ચાલકે કચડી નાખ્યા હતા. ચાર જેટલા લોકો અરણેજ બુટભવાની મંદિર દર્શન કરવા જતા હતા. તે રોડની સાઇડમાં ઉભા હતા આ દરમિયાન પુર ઝડપે આવી રહેલા કાર ચાલકે પાંચ લોકોને કચડી નાખ્યા હતા જેમાંથી બે લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા.
ઘાયલોને પહેલા બગોદરા અને લીંબડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ત્યાથી વધુ સારવાર માટે ઘાયલોને, બાવળાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
